ગુજરાતમાં કોરોનાવાયરસ ના ઝડપી ફેલાતા નવા સ્વરૂપના કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને રાજ્યમાં તેની સંખ્યા વધીને કુલ 13 થઈ ગઈ છે. આપને જણાવી દઇએ કે રવિવારના રોજ નવા છ કેસો નોંધાયા હતા.
જેમાં ગાંધીનગર 1,સુરત 1,રાજકોટ 1, અમદાવાદ 1 કપલ સહિત આનંદ નો એક યુવક સામેલ છે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ પહેલા કોરોનાવાયરસ ના નવા સ્વરૂપના કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઇ ગઇ છે.કોરોનાવાયરસ નું નવું સ્વરૂપ બાળકોને જલ્દીથી શિકાર બનાવી રહ્યું છે.
બીજી બાજુ રાજ્યમાં શાળા કોલેજો શરૂ થઈ ગઈ છે ત્યારે કોરોનાવાયરસ ના નવા સ્વરૂપના ખતરા વચ્ચે શું ફરીથી શાળા અને કોલેજો બંધ કરાશે તેવો પ્રશ્ન પર રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
તેઓએ જણાવ્યું કે શાળાઓમાં વિદ્યાર્થીઓ માં કોરોના ના કેસો વધી રહ્યા છે જેના કારણે શાળા બંધ કરવાની માંગ થઈ રહી છે તેને આડકતરી રીતે નકારતા વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર નું શિક્ષણ વિભાગ પરિપત્ર બહાર પડશે.
જરૂર પડશે તો નિયમને કડકાઇથી અમલ કરાવવામાં આવશે અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઇને સરકાર સતત ચિંતિત છે. પરંતુ આપણે કોરોના સામે હિંમતથી લડવું પડશે અને કોરોના નિયમોને પાલન ની તકેદારી રાખવી પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment