LPG ગેસ ની સબસીડી ને લઈને કેન્દ્રની મોદી સરકારનો નવો પ્લાન,હવે આ લોકો ને જ મળશે પૈસા,જાણો તમારું નામ છે કે નહિ?

Published on: 10:39 am, Mon, 20 December 21

રાંધણ ગેસ સિલિન્ડરની સબસિડી ને લઈને ગ્રાહકો માટે મોટા સમાચાર મળી શકે છે. એલપીજી સિલિન્ડર ની કિંમત 1000 સુધી પહોંચવાની સતત ચર્ચા છે. એલપીજી સિલિન્ડર ની કિંમત અને મોંઘવારી અંગે સરકારના મંતવ્ય તો હજુ સામે આવ્યા નથી.

સરકારના આંતરિક મૂલ્યાંકન માટે સંકેત આપે છે કે ગ્રાહકો એક સિલિન્ડર માટે હજાર રૂપિયા સુધી ચૂકવવા માટે તૈયાર છે.સૂત્રોના જણાવ્યા અનુસાર એલપીજી સિલિન્ડર ને લઈને સરકાર બે વલણ અપનાવી શકે છે.

પહેલું તો સરકાર સબસિડી વિના ગેસ સિલિન્ડરને સપ્લાય કરવું જોઈએ અને બીજું અમુક પસંદગીના ગ્રાહકોને પણ સબસિડીનો લાભ મળવો જોઇએ. સબસિડી આપવા અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ દસ લાખ રૂપિયાની આવક નો નિયમ અમલમાં રાખવામાં આવશે અને ઉજવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે બાકીના લોકો માટે સબસીડી સમાપ્ત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા મહિનાઓથી કેટલીક જગ્યાએ LPG પર સબસીડી બંધ થઈ ગઈ છે. આ નિયમ મે 2020 થી ચાલી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કોરોના મહામારી દરમિયાન ફૂડ ઓઈલ અને ગેસની કિંમતોમાં સતત ઘટાડો થયા બાદ જ આ પગલું લેવામાં આવ્યુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "LPG ગેસ ની સબસીડી ને લઈને કેન્દ્રની મોદી સરકારનો નવો પ્લાન,હવે આ લોકો ને જ મળશે પૈસા,જાણો તમારું નામ છે કે નહિ?"

Leave a comment

Your email address will not be published.


*