દેશના તમામ ખેડૂતો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધા મહત્વના નિર્ણય. ખેડૂતો માટે કેન્દ્રીય કેબિનેટે બુધવારે ઘણા બધા ખરીફ પાકની MSP માં વધારો કરવાની મંજૂરી આપી છે. કૃષિમંત્રી તોમરે કહ્યું કે ડાંગરના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલે રૂપિયા 1868 રૂપિયાનો વધારો કરીને પ્રતિ ક્વિન્ટલ 1940 કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કૃષિ મંત્રીએ કહ્યું કે બાજરી, ધાન અને બીજા ઘણા બધા પાક ના ભાવ ટેકાના ભાવથી વધારવામાં આવશે. તુવેર અને અડદમાં પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવમાં 300 રૂપિયાનો વધારો કરાયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, તલ, તુવેર, અડદ અને મગફળીના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ડાંગર નો ભાવ 1940, તલ નો ભાવ 452, તુવેર અને અડદ નો ભાવ 300, મગફળીના ટેકાના ભાવમાં 55 રૂપિયાનો વધારો કર્યો છે.
આ ઉપરાંત કૃષિ મંત્રીએ જણાવ્યું કે બાળકો ની હાલ ની ખરીદી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે MSP પર કોઈપણ વ્યક્તિએ શંકા કરવાની જરૂર નથી MSP હાલમાં શરૂ રહેશે અને ભવિષ્યમાં પણ શરૂ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment