ગુજરાત સરકારે મા અમૃતમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ ધરાવતા લોકો માટે લીધા મહત્વના નિર્ણય, જાણો વિગતે.

99

ગુજરાતમાં કોરોના ની બીજી લહેર વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું કે મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ યોજના ના એક લાભની વાત કરી. પેલા મા અમૃતમ કાર્ડ માં આખા પરિવાર વચ્ચે એક કાર્ડ આપવામાં આવતું હતું પરંતુ હવે દરેક વ્યક્તિને પોતાની ઓળખાણ આપવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આકસ્મિક સંજોગોમાં તથા ગંભીર બીમારીના કારણે રાજ્યમાં કોઈપણ વ્યક્તિને પુરી પાડવા માટે માં અમૃત કાર્ડ અમલમાં મૂકયું હતું. આ યોજનામાં લાભાર્થીઓને આખા પરિવાર દીઠ પહેલા એક જ કાર્ડ આપવામાં આવતું.

પરંતુ પરિવારની જેટલા વ્યક્તિ હશે તેટલા ઓળખકાર્ડ આપવામાં આવશે. દરેક વ્યક્તિની ઓળખ સરકારી હોસ્પિટલ માંથી બનાવી દેવામાં આવશે. મા વાત્સલ્ય કાર્ડ માં જે કુટુંબ દીઠ વાર્ષિક રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્ય કવચ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે.

આ કાર્ડનો ઉપયોગ તમે સરકારી કે ખાનગી હોસ્પિટલ બંને જગ્યાએ કરી શકશો. પહેલા પરિવાર રીતે કાઢી આપવામાં આવતું પરંતુ હવે પરિવારમાં જેટલા સભ્યો હશે તેટલા કાર્ડ આપવામાં આવશે.

જેના કારણે સારવાર દરમિયાન ખૂબ જ સરળતા મળે. જો તમારે પણ કાઢો હોય તો રાજ્યની સરકારી હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવા કાર્ડ કાઢી દેવામાં આવશે.

આ ઉપરાંત જ્યાં સુધી લાભાર્થીઓના નવા કાર્ડ ન આવે ત્યાં સુધી તેઓ જૂના કાર્ડ પર લાભ મેળવી શકે છે. આ કાર્ડ માં 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!