ગુજરાત રાજ્યમાં શાળા કોલેજો ક્યારે ખુલશે તે મુદ્દે હાલમાં અટકળો ચાલી રહી છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.શાળા-કોલેજો ફૂલવાના સંદર્ભમાં શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં શાળા-કોલેજો ખુલવાની છે. તેમને કહ્યું કે શાળા-કોલેજો ખોલવા અંગે રાજ્ય સરકાર ની હાઈલેવલ કમિટી ની વિચારણા કરશે. હાઇ લેવલ કમિટીના નિર્ણય બાદ શાળા-કોલેજ ખોલવા માટે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.મહત્વની વાત એ છે કે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ થોડાક સમય પહેલા જ વાત કરી હતી.
કે હાલમાં રાજ્યમાં શાળા-કોલેજો ખોલવા માટે સરકાર કોઇ પણ પ્રકારની વિચારણા કરી રહ્યું નથી. શિક્ષણ મંત્રીએ કહેલું કે,ભારતના કેટલાક રાજ્યોમાં શાળા-કોલેજો ચાલુ કરવામાં આવી છે તેના કારણે ગુજરાતમાં પણ શાળા-કોલેજો ચાલુ થશે કે નહીં તે હાલમાં ચાલી રહેલી અટકળો ખોટી છે અને હાલમાં શાળાઓ ખોલવાની તો પણ પ્રકારની વિચાર નથી અને.
હવે ત્રણ દિવસમાં જ સરકારે અલગ નિવેદન આપ્યું છે.રાજ્ય સરકારે દિવાળી પછી શાળા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો પણ દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધતા સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. હાલમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ.
રાજ્ય સરકાર શાળા-કોલેજો જાન્યુઆરીમાં ખોલે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હવે આગામી સમય જ બતાવશે કે રાજ્ય સરકાર શાળા-કોલેજો ખોલવા માટે શું નિર્ણય લે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment