મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બુધવાર એટલે કે આજરોજ સાંજે છ વાગ્યે કેબિનેટની મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં ગુજરાત વ્યાપી કોરોના સંક્રમણ અને નિયંત્રણ પર મહત્વની ચર્ચા થશે. રાજ્ય માટે નવી માર્ગદર્શિકા પર પણ સરકાર વિચાર-વિમર્શ કરશે.
આ બેઠકમાં પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવ જીલ્લા પ્રમાણે આરોગ્ય સુવિધા ની માહિતી રજૂ કરશે.આગામી મહિના ફેબ્રુઆરીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું બજેટ આવશે જેને લઇને પણ મહત્વની ચર્ચા થશે.
આગામી રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી ગુજરાત સરકારે ગીર સોમનાથ જિલ્લામાં નિર્ધારિત કરી છે તે અંગે પણ આયોજન અને ચર્ચા થશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ ઉપાયો, સારવાર સૂચના અને ભાવિ રણનીતિ માં સરકારને મદદરૂપ થવા માટે માર્ગદર્શન માટે એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર સાથે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં ગાંધીનગરમાં એક બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં તબીબોએ રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહીં તે માટે જનજાગૃતિ અને સતર્કતા તેમજ જન જાગૃતિ ઝુંબેશ ચલાવવા ખાસ તાકીદ કરી હતી.
ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ સાંજે ચાર વાગે બેઠક માં કોરોના સંક્રમણ અને નિયત્રંણ પર પણ ચર્ચા કરશે. ત્યારે એવી પ્રબળ શક્યતાઓ છે કે રાજ્યની ભુપેન્દ્ર સરકાર આજે ગુજરાતમાં નાઈટ કરફ્યુ સહિત પ્રતિબંધો પર મોટો નિર્ણય લઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment