ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.પરેશ રાજ્ય માં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત તથા 6 મહાનગર પાલિકા અને 51 નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાન્ય રીતે કોંગ્રેસ ભાજપને કાંટાની ટક્કર આપે છે અને ક્યાંક ક્યાંક તો જીતી પણ જાય છે.જિલ્લા પંચાયત ચૂંટણી માટે કોંગ્રેસની મેદાન મારી જાય છે અને બીજા પક્ષે આ વખતે સી.આર.પાટીલ ચૂંટણી જીતવા કટિબદ્ધ છે. જ્યારે કોંગ્રેસ હજુ કંઈ ખાસ નક્કર તૈયારીઓ દેખાતી નથી.
અમદાવાદ મનપામાં 175 બેઠકો જીતવાનો ભાજપનો લક્ષ્યાંક છે અને શહેર ભાજપના હોદ્દેદારોને 175 બેઠકો જીતવા યોજના ઘડવામાં આવી રહી છે.
અને એમાંય દરિયાપુર,શાહપુર, બાપુનગર,સરસપુર,રખિયાલ બેઠકો પર ભાજપ દ્વારા વિશેષ ધ્યાન અપાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment