પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શુક્રવારે ફરી એકવાર વધારો થયો હતો. અઠવાડિયામાં ચોથી વખત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થયો છે. દેશમાં શુક્રવારે પેટ્રોલ પ્રતિ લીટર 29 પૈસા અને ડીઝલમાં 34 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
ઇંધણના ભાવમાં વધારા ના કારણો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 92.34 અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 82.95 ની સર્વોચ્ચ વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા.
દેશમાં કેટલાક સ્થળો પર પેટ્રોલનો ભાવ ₹100 ને પાર થઈ ગયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 ને પાર થઈ ગયો છે.
હવે મુંબઈમાં પણ પેટ્રોલનો ભાવ ₹100 ની નજીક પહોંચી ગયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 98.65 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 90.11 પ્રતિ લીટર થયો છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાના કારણે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી વધુ મોંઘું છે.
જ્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 103.27 પૈસા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 95.70 છે. આ મહિનામાં એક વખત ના ભાવવધારામાં પેટ્રોલનો ભાવમાં પ્રતિ લિટર 1.92 અને ડીઝલના ભાવમાં ₹2.22 નો વધારો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment