સરકારે લોકસભામાં જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં 2000 ની એક પણ નોટ છપાઈ નથી. મોટી સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. શું કેન્દ્રની મોદી સરકાર 2000 ગુલાબી નોટ બંધ કરવા જઈ રહી છે. સરકાર વતી સોમવારે લોકસભામાં આ મુદ્દે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
સરકારના જવાબથી 2000 ની નોટ બંધ કરવાનું લાગી રહ્યું છે.જોકે મહત્વની વાત છે કે સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે.
30 માર્ચ 2018 ના રોજ 2000 રૂપિયાની 336.2 નોટ ચલણમાં હતી જ્યારે 26 ફેબ્રુઆરી 2021 ના રોજ તેની સંખ્યા ઘટીને 249.9 કરોડ રહી ગઈ હતી. રાજ ઠાકુરે જણાવ્યું કે કોઈપણ ચલણી નોટ છાપવાનો નિર્ણય.
લોકોની લેવડ દેવડ ની માંગ પૂરી કરવા માટે આરબીઆઈના સલાહ અનુસાર લેવામાં આવે છે અને તેઓએ કહ્યું કે 2019-20 અને 2020-21 માં 2000 રૂપિયાની નોટ ના છાપકામ નો કોઈ ઓર્ડર અપાયો નથી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2019 માં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2016-17 માં 354.2991 કરોડ ની નોટ છપાઈ હતી.
700જોકે 2017-18 માં ફક્ત 11.1507 કરોડ ની નોટ નું છાપ કામ કરાયું હતું.2018-19 માં 4.669 કરોડ ની નોટ છાપવામાં આવી હતી અને મનાઈ રહ્યું છે કે આ નિર્ણય કાળાનાણા પર લગામ કસવા માટે કરાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment