કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં એપ્રિલમાં લેવામાં આવનાર તમામ પરીક્ષાઓમાં બુક ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરી દેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેઓ આ નિર્ણય કરતા 12 એપ્રિલે શરૂ થતી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
વિદ્યાર્થીને હવે ઓફલાઈન સાથે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે વિદ્યાર્થીઓએ ફરજીયાત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને આજથી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી શકાશે.
આ વિશે મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે વિદ્યાર્થી ઓનલાઈન અને ઓફ્લાઈન બંને રીતે પરીક્ષા લેવામાં આવશે. આપણે જણાવી દઈએ કે અગાઉ 12 એપ્રિલથી માત્ર ઓફલાઈન પરીક્ષા લેવાની હતી.
પરંતુ સરકારના નિર્ણય બાદ વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા નો પણ વિકલ્પ આપવામાં આવશે. આજથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી.
ઓનલાઈન પરીક્ષા અંગે રજિસ્ટ્રેશન કરી શકશે. છોકરી વિદ્યાર્થીઓ કોઈ કારણસર પરીક્ષા ન આપી શકે તો તેમને બીજું ઓપ્શન પણ આપવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના ના વધતા કેસ ના કારણે સ્ટાફના સભ્યો સંક્રમિત થયા છે. આજથી ગુજરાત યુનિવર્સિટીના.
કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ નો આદેશ આપવામાં આવ્યો છે.આ ગામી પાંચ દિવસ સુધી વર્ક ફોમ હોમ કરવાનું રહેશે ત્યારબાદ કેસ વધશે તો ફરીથી નિર્ણય લેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment