સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ રાજ્ય ચૂંટણી પંચ વધુ એક જાહેરનામું રજૂ કર્યું છે. ઉમેદવારની વ્યવસ્થા અને કૌટુંબિક જીવનની માહિતી આધારે ઉમેદવારી નોંધાવી પડશે.જે ઉમેદવારના રહેઠાણ માં શૌચાલય ન હોય તેઓના ફોર્મ સ્વીકારવામાં નહીં આવે.
આ સાથે જ ઉમેદવારને બેથી વધારે બાળકો હશે તો પણ તે ઉમેદવારી માટે યોગ્ય ગણાશે નહીં.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
જે ઉમેદવારને થી વધારે બાળકો છે તેઓને ઉમેદવારી માટે યોગ્ય ગણવામાં નહીં આવે અને સાથે જાહેરનામાનો અવગણના કરીને જે ઉમેદવારી નોંધાશે તેમને ગેરલાય ઠેરવવામાં આવશે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે.
મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરી અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. 5 માર્ચ જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો જાહેર થશે.
અહીં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. છ મહાનગર પાલિકા, આઠ નગરપાલિકા,31 જીલ્લા પંચાયત,231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment