સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ તેના નક્કી કરેલા શેડ્યુલ મુજબ જ લેવામાં આવશે અને તેમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ રદ નહીં થાય. સીબીએસઈ બોર્ડ પહેલા ધોરણ 10 અને 12 માં ની પરીક્ષાને ડેટશિટ પહેલા જ જાહેર કરી છે.
10 માં બોર્ડની પરીક્ષાઓ 4 મે 2021 થી 7 જૂન સુધી ચાલશે.12 માં બોર્ડ ની પરીક્ષાઓ પણ 4 મે થી શરૂ થશે અને 11 જૂન સુધી ચાલશે. બોર્ડની પરીક્ષા બે શિફ્ટમાં થશે. પ્રથમ શિફટ 10:30 થી 1:30 કલાક સુધી.
જ્યારે શિફટ 2:30 થી 5:30 કલાક સુધી થશે. 15 જુલાઈ સુધી પરીક્ષાનું પરિણામ જાહેર થશે.ખાનગી ચેનલ સાથે વાતચીતમાં સીબીએસસી બોર્ડના અધિકારી સંયમ ભારદ્વાજ જણાવ્યું કે.
સીબીએસસી બોર્ડની 10 માં અને 12 માં ની પરીક્ષાઓ નક્કી કરેલા સમયમાં જ થશે. હાલ બોર્ડ પરીક્ષા શિડ્યુલમાં ફેરફાર કરવાનો કોઈ નિર્ણય લીધો નથી.
કોરોના દરમિયાન સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષાઓ યોજવા માટે બોર્ડને શાળા તરફથી તૈયારી કરવામાં આવી રહી છે. આટલું જ નહીં વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી પણ પરીક્ષા લઇને પણ સકારાત્મકતા જોવા મળે છે.
હકીકત માં 3 એપ્રિલ ના રોજ સોશિયલ મીડિયા પર ફેક ડેટશિટ વાયરલ થઈ હતી જે ખોટી હતી.તેને લઈને બોર્ડ વિદ્યાર્થીઓને સાવચેત રહેવા માટે જણાવ્યું છે. બોર્ડ વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવ્યું હતું.
કે સોશિયલ મીડિયા પર પરીક્ષાઓને લઈને જે ચાલી રહ્યું છે તેમાં પડવાની જરૂર નથી. બોર્ડે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક પરીક્ષા કાર્યક્રમ વાયરલ થઈ રહો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment