કોરોના નું સંક્રમણ વધતા તમામ ટ્રેન સેવા બંધ ને લઇને રેલવે એ આપ્યું મોટું નિવેદન.

143

કોરોના મહામારીની બીજી લહેર ખતરનાક રૂપ ધારણ કરી રહી છે ત્યારે રેલવે બોર્ડ ના ચેરમેન સુનીત શર્માએ રેલવે સેવાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે.રેલવે બોર્ડ સ્પષ્ટતા કરી છે કે બોર્ડ ની ટ્રેનને રોકવાની અથવા તેના પર પ્રતિબંધ લગાવવાની કોઈ યોજના નથી.

રેલવે બોર્ડ ના ચેરમેન સુનિત શર્માએ કહ્યુ કે,મહારાષ્ટ્ર માં જે મજૂરો પલાન ની વાત કહેવામાં આવી રહી છે તે પલાયન નથી પરંતુ આ રેલવેના સામાન્ય યાત્રી છે.નાઈટ કરફ્યુ થી બચવા માટે ઝડપથી સ્ટેશન પહોંચી જાય છે જેથી ભીડ દેખાઈ રહી છે.

રેલવે બોર્ડના ચેરમેન વધારે માં કહ્યુ કે ઓડિશા અને ઉતરાખંડ થી પ્રવાસીઓના RTPCR ટેસ્ટ ફરજિયાત કરવાની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે.

કે નવા કોરોના કેસની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે.દરરોજ દુનિયા માં વધારે કેસ ભારત માં આવી રહ્યા છે.ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા.

આંકડા મુજબ ગઈકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે તો સાથે કોરોનાની કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના ના 4021 કેસ નોંધાયા છે.

અને 2197 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયા છે તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!