ગુજરાતમાં કોરોનાની મહામારી ના કારણે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું અને તેઓના પરિણામ પણ જાહેર થઈ ગયા છે. પરંતુ ધોરણ 10 અને 12 ના રીપીટર ના વિદ્યાર્થીઓને પરીક્ષા ની તારીખ ને લઈને વિચારણા ચાલી રહી હતી.
ગુજરાતમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર કરાઇ છે. ઉપરાંત રીપીટર વિદ્યાર્થીઓ માટે પણ તારીખ જાહેર કરવામાં આવી છે.
ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ અગાઉ જાહેર કરી દેવામાં આવ્યું હતું. 15મી જુલાઈથી પરીક્ષાઓ શરૂ થઈ જશે. પરંતુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રાયોગિક પરીક્ષાની તારીખ ને લઈને વિદ્યાર્થીઓને રાહ જોવી પડશે.
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું પરંતુ રીપીટર ના વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારનું પ્રમોશન આપ્યું હતું. રીપીટર વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદ છે કે રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન મળવું જોઈએ.
રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી શરૂ થશે અને 28 જુલાઈ સુધી ચાલશે. ઉપરાંત શિક્ષણ બોર્ડ દ્વારા વિગતવાર પરીક્ષાનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જે તમામ કાર્યક્રમ વિદ્યાર્થીઓને વેબસાઇટ પરથી મળી શકશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment