કોંગ્રેસ દ્વારા વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ નો અનોખો વિરોધ, કર્યું એવું કે…

Published on: 8:30 pm, Mon, 12 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થતો જાય છે અને જનતાની આવકમાં સતત ઘટાડો થતો જાય છે. એક તરફ કોરોનાની મહામારી તો બીજી તરફ મોંઘવારીની મહામારી. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ નો કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત વિરોધ થતો જોવા મળ્યો છે

સૌપ્રથમ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવનો વિરોધ કર્યો હતો ત્યારબાદ પરેશ ધાનાણીએ પણ ધૂન ગાઈને પેટ્રોલ-ડીઝલના ભાવ નો અનોખો વિરોધ કર્યો હતો.

ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજરોજ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના વધતા ભાવનો વિરોધ કર્યો હતો. ઉપરાંત ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ સહિત જિલ્લાના કોંગ્રેસના આગેવાનો દ્વારા બળદગાડામાં વિવિધ બેનરો સાથે વિરોધ કર્યો અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ વિરોધ પ્રદર્શનમાં ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ શહીદ દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત હતા. છેલ્લા કેટલાય દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

અને દેશમાં મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે અને ડીઝલનો ભાવ પણ 100 રૂપિયાની આસપાસ છે. તેથી કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલનો વધતા ભાવનો વિરોધ નોંધાવ્યો હતો.

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ બળદગાડામાં સવાર થયા હતા અને વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો. તેઓ બળદગાડામાં જિલ્લા કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા અને પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવને વિરોધ આવેદનપત્ર પાઠવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!