સરકાર દ્વારા રાંધણ ગેસ ઉપર સબસીડી આપવામાં આવે છે. પરંતુ કેટલાક ગ્રાહકોને એ જ નથી ખબર પડતી કે સબસીડી જમા થાય છે કે નહીં. તમારા ખાતામાં સબસીડી જમા થાય છે કે નહીં તે તમે ઘરબેઠા આ રીતે ચેક કરી શકો છો.
આ રીતે મેળવો જાણકારી
૧. સૌપ્રથમ તમારે WWW MYLPG.IN વેબસાઇટ તમારા ફોનમાં કે કોમ્પ્યુટરમાં ઓપન કરવાની રહેશે.
૨. વેબસાઈટ ઓપન થયા બાદ જમણી બાજુ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડર ના ફોટા જોવા મળશે. તમે જે ગેસ સિલિન્ડર વાપરો છો તે ફોટા પર ક્લિક કરવાનું રહેશે.
૩. ત્યારબાદ એક નવી વિન્ડો ઓપન થશે ત્યાં તમે જે ગેસ સિલિન્ડર ઉપયોગ કરો છો તે હશે.
૪. ત્યારબાદ જમણી બાજુ સાઇન ઇન અને ન્યુ યુઝરના ઓપ્શન પર ક્લિક કરો. જો તમારે પહેલેથી જ એકાઉન્ટ છે તો સાઇન ઇન કરો અને જો તમારે નવું આઇડી બનાવવાનું હોય તો ન્યુ યુઝર ઉપર ક્લિક કરો.
૫. આ પ્રક્રિયા કર્યા બાદ તમારી સામે હજુ એક નવી વિન્ડો ઓપન થશે તેમાં જમણી બાજુ ન્યુ સિલિન્ડર બુકિંગ હિસ્ટી પર ક્લિક કરો.
૬. ત્યારબાદ તમને જાણકારી મળશે કે તમને કયા સિલિન્ડર ઉપર કેટલી સબસીડી આપવામાં આવી છે અને કઈ તારીખે આપવામાં આવી છે.
૭. જો તમે ગેસ બુકિંગ કરાવ્યું હોય અને સબસીડી ના પૈસા ન મળ્યા હોય તો ફીડ બેક બટન પર ક્લિક કરો.
૮. ત્યારબાદ તમે સબસીડી ના પૈસા નથી મળ્યા તેની નોંધ કરાવી શકો છો.
૯. અને ફરિયાદ નોંધાવવા ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો.
જો તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધુ હશે તો તમને સબસિડી નહીં મળે. આ ઉપરાંત સબસીડી બંધ થવાનું કારણ આધાર લીંક ન હોવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment