રાજ્યમાં કોરોના ના કેસ સતત ઘટી રહ્યા છે. અને કોરોના ના કારણે મૃત્યુ થયેલા લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. ત્યારે ગુજરાતમાં કોરોના ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી થાય છે અને રાજ્યમાં ડેલ્ટા પ્લસના બે કેસ નોંધાયા છે. આ સમગ્ર મામલે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી એ આ અંગે માહિતી આપી છે.
જેથી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ના કેસ પર સતત ધ્યાન રાખવામાં આવશે. રાજ્યમાં એક કેસ વડોદરામાં એ એક કેસ સુરતમાં નોંધાયો છે. તે બંને દર્દીઓ અત્યારે સાજા થઈ ગયા છે.
વડોદરા નો દર્દી બીજા અન્ય રાજ્યમાંથી આવ્યો હતો અને સુરતનો દર્દી સ્થાનિક રહેવાસી છે. મળતી માહિતી મુજબ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ 70 ટકાની ગતિથી ફેલાઈ છે.
દેશમાં 6 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ના કેસો નોંધાયા છે અને આ કેસો ઝડપથી વધી રહ્યા છે. 6 રાજ્યમાં કુલ 40 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આ વાયરસ સૌથી અસરગ્રસ્ત છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુમાં આ વાયરસના કેસ નોંધાયા છે.
આજે ગુજરાતમાં 129 કેસો નોંધાયા છે અને કોરોના ના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે હાલમાં ગુજરાતમાં 4427 કેસ એક્ટિંગ છે.
રાજ્યમાં કુલ મૃત્યુ ની સંખ્યા 10042 એ પહોંચી છે. રાજ્યમાં કોરોના કુલ કુલ કેસની સંખ્યા 822887 સુધી પહોંચી ગયા છે. રાજ્યમાં કોરોના થી રિકવરી મળતા લોકોનો રેડ 98.24 ટકા થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment