આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ કોંગ્રેસને આડેહાથે લીધી, કહ્યું કે શું કામ રાજનીતિમાં…

61

ગુજરાત રાજ્યમાં ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી ગુજરાતમાં થઇ હતી. થોડાક દિવસ પહેલાં જ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

તારે ઈશુદાન ગઢવી તેમના એક ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસ અને ભાજપ પર ગંભીર આક્ષેપો પર લગાવ્યા હતા. આ ઉપરાંત ઈશુદાન ગઢવી એ કહ્યું કે ગુજરાતની રાજનીતિમાં 27 વર્ષથી ભાજપ શાસન છે. કોંગ્રેસ ક્યારેય શાસનમાં આવી નથી.

પંજાબમાં ઓપરેશન બ્લૂસ્ટાર પછી કોંગ્રેસની સરકાર બની તો તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર કેમ ન બની તેની વધારે નારાજગી અહીં હતી જ નહીં. ઉપરાંત તેઓએ કહ્યું કે તેના બે જ મતલબ થાય છે એક તો આ લોકોને સરકાર બનાવી નથી અથવા તો આ લોકોને મીલીભગતથી સરકાર ચલાવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસને પણ ખબર ન હતી કે કોંગ્રેસ ક્યાં હતું. અને અત્યારે પણ વિપક્ષ પાર્ટી તરીકે કોંગ્રેસ નબળું પડી રહ્યું છે.

કોંગ્રેસ ગુજરાતી જનતા માટે ક્યારેય કર્યું નથી અને કોંગ્રેસને વોટ બેંક ગુજરાતમાં ખતમ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે પણ જિલ્લા પંચાયતમાં જીત્યું નથી.

તેમને કહ્યું કે આપણે બધા સુખી હતા લોકોની પીડા મારાથી જોવાની ને એટલે હું રાજનીતિમાં આવ્યો છું. તેમને કહ્યું કે રાજનીતિમાં મને કોઈ પણ પ્રકારનો શોખ નથી પરંતુ હું રાજનીતિ બદલવા આવ્યો છું. સુરતમાં અમારા 27 કોર્પોરેટરો કામ કરી રહ્યા છે.

આ ઉપરાંત તેમને કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ બંને ના સુપડા સાફ કરી નાખશે અને બહુમતીથી આવશે. દોઢ વરસ સુધી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો વિપક્ષ મજબૂત કરવાની કામગીરી કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!