કોરોનાની મહામારી વચ્ચે મોદી સરકાર ખેડૂતો માટે એક મહત્વનો ફાયદો બહાર પડ્યો છે. મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવવી છે. ખેડૂતોને ખેતી કરવા માટે ઘણા સાધનો ની જરૂર પડે છે. તેમાં ખેતી કરવાનું મુખ્ય સાધન ટ્રેક્ટર છે.
દેશમાં કેટલાક ખેડૂતો એવા છે જેની પાસે આર્થિક તંગીના કારણે ટ્રેક્ટર નથી. અને જે ખેડૂતો પાસે ટ્રેક્ટર ની સુવિધા નથી તે ટ્રેક્ટર પણ ભાડે ચલાવે છે. અને કેટલાક ખેડૂતો ખેતી માટે બળદનો ઉપયોગ કરે છે.
આ તમામ બાબતો વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક મદદ માટે કેન્દ્ર સરકારે ખરીદવા પર સબસિડી આપવાની યોજના બનાવી છે. ખેડૂતોને આ યોજનાથી ઘણો ફાયદો થઈ શકે છે.
આ યોજનાને PM કિસાન ટેકટર યોજના નામે શરૂ કરવામાં આવી છે. ખેડૂતો ટ્રેક્ટર ખરીદશે તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને સબસીડી આપવામાં આવશે.
આ યોજનામાં મહત્વની વાત એ છે કે તમે કોઈપણ કંપનીનું ટ્રેક્ટર ખરીદો તેના પર સબસિડી મળશે. તેથી તમને નવું ટ્રેક્ટર અડધી કિંમતે મળી શકે છે.
અને બાકીના પૈસા સબસિડી દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત ઘણા રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા 20 થી લઈને 50 ટકા સુધીની સબસિડી આપે છે.
આ યોજનામાં સરકાર માત્ર એક ટ્રેક્ટર ખરીદવા પર જ સબસીડી આપે છે. આ યોજના માટે ખેડૂતો પાસે આધાર કાર્ડ, બેન્ક વિગતો, જમીનના કાગળ અને પાસપોર્ટ સાઇઝ ફોટા ની જરૂર પડશે. આ યોજના મેળવવા માટે ખેડૂતોએ કોઈપણ નજીકના CSC સેન્ટર પર જઈ ઓનલાઇન એપ્લાય કરવી પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment