કોરોનાની મહામારી ના કારણે ધોરણ 10 અને 12 ની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. CBSE અને ICSE ની ધોરણ 12માં ની પરીક્ષા સાથે જોડાયેલી નીતિને આજે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓની જરૂરીયાત નું સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે.
આ ઉપરાંત વિદ્યાર્થી ને લેખિત પરીક્ષા ને લઈને માંગ ઉઠી હતી પરંતુ કોર્ટે તમામ અરજીઓ નકારી દીધી. આ વર્ષે કોરોના ની બીજી લહેર ના કારણે CBSE એ 12માંની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
ત્યારબાદ વિદ્યાર્થીઓને પોતાના રિઝલ્ટની ચિંતા હતી ત્યારે બોર્ડની તરફથી કોર્ટે જણાવ્યું કે ત્રણ વર્ષના સરેરાશના આધારે ૩૧ જુલાઇ સુધીમાં રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે.
ઉપરાંત કોઈપણ વિદ્યાર્થીને રીઝલ્ટ થી સંતોષ ન હોય તો તે વિદ્યાર્થીને લેખિત પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે. આ પરીક્ષા 15 ઓગસ્ટ 15 સપ્ટેમ્બર વચ્ચે યોજવામાં આવશે.
કેન્દ્ર તરફથી કે કે વેણુગોપાલ એ જણાવ્યુ કે વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકનના રીઝલ્ટ ની પહેલી જાહેરાત વિદ્યાર્થીઓના હિતમાં હશે.
આ ઉપરાંત તેમની વિદ્યાર્થીઓને વિકલ્પ પણ આપ્યો છે જો કોઈપણ વિદ્યાર્થીને રીઝલ્ટ સુધારવા માટે લેખિત પરીક્ષા આપી શકે છે. આ ઉપરાંત દરેક કોલેજોને આદેશ અપાયો છે કે એ લોકો એડમિશન ત્યારે જ ફોન કરે ત્યારે ફિઝિકલ પરીક્ષાનું પરિણામ આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment