કોરોના મહામારી વચ્ચે વાહનો ના નિયમને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર.

ટોલ બૂથ ની લાંબી લાઈનો દૂર કરવા માટે સરકારે પહેલથી જ ફાસ્ટ ટેગ ની સુવિધા ઊભી કરે છે.હવે જાન્યુઆરી 2021 આખા દેશના તમામ ટોલ બૂથ પર ફાસ્ટ ટેગ ફરજિયાત થશે. મતલબ કે ટોલ બુઠ માંથી પસાર થનારા તમામ વાહનો માં ફાસ્ટ ટ્રેક લાગેલું ફરજિયાત હોવું જોઈશે. જો ફાસ્ટ ટેગ નહીં હોય તો વાહન ને પસાર થવામાં મુશ્કેલી થશે. ફાસ્ટ ટેગ એ વાહન પર લગાવાતું ઇલેક્ટ્રોનિક સ્ટીકર છે.

જેનાથી વાહન ધારકના ખાતામાંથી સીધા ટોલ ના પૈસા કપાય જાય છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ભારતના ઘણા ટોલ બુથ માં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી ફાસ્ટ ટેગ ધરાવતા વાહનો પણ સરળતાથી પસાર થઈ શકતા નથી.

અને ઘણા ખરા ટોલ બુથ નો વહીવટ જ અણઘડ રીતે થાય છે.ફાસ્ટ ટેગ વગર ના વાહનને ફિટનેસ સર્ટિફિકેટ પણ આપવામાં નહીં આવે.

તો વળી થર્ડ પાર્ટી ઇન્સુરન્સ વખતે પણ ફાસ્ટ ટેગ ની જરૂર પડશે. આ નિયમનો ફરજીયાત પાલન કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*