આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ના અધ્યક્ષ સ્થાને અબડાસા મતવિસ્તાર પેટા ચૂંટણી 2020 ની મતગણતરીની કામગીરી ના આયોજન ની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આગામી 10 મી નવેમ્બર સવારે 8 કલાકે સિવિલ એન્ડ એપ્લાઇડ મિકેનિકલ બિલ્ડીંગ, સરકારી ઈજનેરી કોલેજ ભુજ ખાતે હાથ ધરવામાં આવનાર મતગણતરીમાં 431 મતદાન મથકોના મતોની ગણતરી કરાશે.અબડાસા બેઠક પર પેટા ચૂંટણીને ગણતરીને મહત્વના સમાચાર એ છે.
કે, ફૂલ ત્રણ કાઉન્ટિંગ હોલમાં થનાર ગણતરી પૈકી બે હોલમાં ઇવીએમ મશીન અને 1 હોલમાં પોસ્ટલ બેલેટ ની મતગણતરી કરાશે.સમયબદ્ધ અને તબક્કાવાર રીતે મતગણતરી ની કામગીરી પુર્ણ કરવા માટે તેમાં સંકળાયેલા કચેરી અને અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં કલેકટર તેમજ નાયબ ચૂંટણી અધિકારી અમલીકરણની કામગીરી અને આગોતરા ની આયોજન ના તાગ મેળવવા જરૂરી સુચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
મતગણતરીના દિવસે જરૂરી સંસાધનો, ભૌતિક સગવડો તેમજ સંકળાયેલા કર્મચારીઓ, ઉમેદવાર અને અધિકારીઓ અને સુથલ તમામને નોવેલ કોરોના વાયરસ ની માર્ગદર્શિકા અનુરૂપ તૈયાર કરી તેમજ તેને અનુસરીને આ ગણતરી કરવામાં આવનાર છે.અંદાજે 32 રાઉન્ડમાં થનાર કાઉન્ટિંગ અને.
તમામ કામગીરીમાં અંદાજે 700 જેટલા ચૂંટણી કર્મચારીઓ આ દિવસે ફરજ નિભાવશે.આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ તેમજ સંબંધિત કચેરીઓના સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment