સુરત શહેરમાં કોરોનાવાયરસ ના કારણે ટેક્સને હીરાઉદ્યોગના કારખાનાઓ સપ્તાહમાં બે દિવસ બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં શનિ-રવિ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે અને કોરોના કેસો વધતા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મોલ થિયેટર પછી હવે ટેક્સટાઇલ માર્કેટ પણ શનિ રવિ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.રોજ સાંજે 7 વાગ્યે ટેકસટાઇલ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ વધતાં તંત્ર એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યો છે. જેમાં ટેક્સટાઇલ માર્કેટ પછી હીરા બજાર પણ 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રવિવારે અને સોમવારે કારખાનાં સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ કર્યો છે.
હીરા બજાર અને હીરા ઘસવાના કારખાનાં રવિ સોમ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.સુરત મેયર,મનપા કમિશનર અને હીરા ઉદ્યોગના આગેવાનો વચ્ચે આ બેઠક યોજાઇ હતી.
અને આ બેઠકમાં કોરોના ની સ્થિતિ ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હતો.સુરત શહેરમાં અત્યંત વધી રહેલા કોરોના ના કેસ ને ધ્યાનમાં રાખતા રાત્રી કર્ફ્યુ નો સમય વધારીને 9:00 થી સવાર ના 6:00 કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇને મહાનગરપાલિકા દ્વારા અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.સુરત શહેરમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.
ત્યારે મહાનગરપાલિકા આવ્યું છે અને શનિ-રવિ શહેરમાં મોલ બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે આ ઉપરાંત જીમ, સ્વિમિંગ પૂલ, શાળા કોલેજ, બાગ બગીચા ઉપરાંત અન્ય વસ્તુઓ પણ બંધ કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment