નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના આ દિગ્ગજ ધારાસભ્યને કહ્યુ કે બહાર જાઓ નહિતર ઓવૈસી ને બોલાવું છું, જાણો ધારાસભ્ય શું આપ્યો જવાબ.

Published on: 5:39 pm, Fri, 19 March 21

ગુજરાત વિધાનસભામાં ગુરૂવારના રોજ વિભાગના બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. આવો કર્યા બાદ કોંગ્રેસના સભ્યએ સૂત્રોચ્ચાર કરતાં કરતાં વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય આ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

તેમાં જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ હતા. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હસતા હસતા તેઓને કહ્યું કે, ખેડા વાલા બહાર જાવ નહી તો ઓવૈસી ને બોલવું છું.

નીતિન પટેલ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને સંબોધીને આ વાત કરીને કહ્યુ કે,મે ઈમરાન ખેડાવાલા ને કહ્યું કે તમે ગૃહ ની બહાર જાવ નહિ તો હું ઓવૈસી ને બોલાવું છું એટલે તરત જ બહાર ભાગ્યા.

આ સાંભળીને ઈમરાન ખેડાવાલા તરત જ પાછા ફર્યા હતા. તેમને હજાર જવાબીપણું બતાવીને જવાબ આપ્યો હતો કે, ગુજરાતમાં તમે લોકોએ જ ઓવૈસી ને બોલાવ્યો છે. ઈમરાન ખેડાવાલા નો જવાબ સાંભળીને દરેક લોકો હસી પડ્યા હતા.

અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જમાલપુર ખાડિયા વોર્ડમાં ઓવૈસી ની પાર્ટીના કારણે કોંગ્રેસની હાર થઈ એ સંદર્ભમાં નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો.

ગુજરાત વિધાનસભા ના બજેટ ચર્ચા દરમ્યાન વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હસતા હસતા.

તેઓએ ઈમરાન ખેડાવાલા ને તેઓએ કહ્યું હતું કે બહાર નીકળી જાવ નહીંતર ઓવૈસી ને બોલાવું છે ત્યારબાદ ધારાસભ્યએ પણ તેઓને જવાબ આપ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના આ દિગ્ગજ ધારાસભ્યને કહ્યુ કે બહાર જાઓ નહિતર ઓવૈસી ને બોલાવું છું, જાણો ધારાસભ્ય શું આપ્યો જવાબ."

Leave a comment

Your email address will not be published.


*