બે કરોડથી વધુ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ના સાતમા હપ્તા ની રાહ જોઈ રહ્યા છે. બે કરોડથી વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ પર લાભાર્થીઓની સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે ૧૫મી ડિસેમ્બરથી સાતમા હપ્તા ના 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવવાનું શરૂ થશે. હાલમાં પીએમ કિસાન પોર્ટલ યોજના નો લાભ મેળવનારા ખેડૂતોની સંખ્યા લગભગ 9 કરોડ 97 લાખ થઈ ગઈ છે. જ્યારે થોડા દિવસ પહેલા આ સંખ્યા 11 કરોડ 37 લાખ હતી.
અમુક બનાવટી ખેડૂતો પણ ઘણા રાજ્યોમાં આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આજ સુધીમાં મહારાષ્ટ્, તમિલનાડુ માં સૌથી વધારે આ કેસ નોંધાયા છે. ટેક્સ કરનારા મહારાષ્ટ્રના 2.30 લાખ ખેડૂતોને સન્માન નિધિ ચૂકવવામાં આવી છે. તમિલનાડુમાં 5.95 લાખ લાભાર્થીઓ ના ખાતાઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 5.38 લાખ નકલી છે.
યોજનાનો લાભ લેતા ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી વિશાલ પટેલના જણાવ્યા અનુસાર 10.52 કરોડ ખેડૂતોને પહેલો હપ્તો અપાયો હતો. બીજો હપ્તો 9.97 કરોડ ખેડૂતો,ત્રીજો હપ્તો 9.05 કરોડ,ચોથો હપ્તો.
7.83,પાંચમો હપ્તો 6.58, છઠ્ઠો હપ્તો મેળવનાર ખેડૂતોની સંખ્યા માત્ર 3.84 કરોડ છે. આવી સ્થિતિમાં સાતમા મેળવનાર ખેડૂતોની સંખ્યા ખૂબ જ ઓછી હોઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment