ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ અને કોલેજો શરૂ કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે તે અત્યારે હાલ કવાયત શરૂ કરી દેવાઇ છે. જે અંતર્ગત કુલપતિઓ સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની બેઠક મળી હતી. યુનિવર્સિટીઓ અને કોલેજોના દિવાળી બાદ શરૂ કરવા સહમત છે જોકે મહત્વની વાત એ છે કે ડિસેમ્બર પહેલાં કોલેજ અને યુનિવર્સિટીઓ શરૂ થઈ શકે તેમ નથી.કોલેજ કઈ તારીખે શરૂ કરવી તે કેબિનેટની ચર્ચામાં શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ પર હવે ધીરે ધીરે રેગ્યુલર કરવા આયોજન શરૂ કરી દીધું છે.
થોડાક દિવસો બાદ કોલેજો શરૂ કરવા માટેની SOP તૈયાર કરવામાં આવશે અને તેની તારીખ પણ નક્કી કરવામાં આવશે. યુનિવર્સિટી નો અભિપ્રાય લેવા માટે શિક્ષણ મંત્રી સાથે કુલપતિઓની બેઠક યોજાય હતી.સરકાર દ્વારા વિવિધ સરકારી યુનિવર્સિટીના કુલપતિ ઓ સાથે ચર્ચા કર્યા બાદ તેમની પાસે જુદા-જુદા અભિપ્રાયો માગ્યા હતા.
એ દિવાળી બાદ કોલેજ શરૂ કરી.દેવા સહમતિ દર્શાવી હતી પરંતુ તેની સાથે કેટલીક મુશ્કેલીઓ પણ દર્શાવી હતી. કોલેજ માં કેટલા વિદ્યાર્થીઓને બસમાં બેસાડવા ઉપરાંત હોસ્ટેલ ને લઈને અનેક મોટા મોટા પ્રશ્નો ઉદ્ભભવી રહ્યાં છે.
દિવાળી બાદ શાળા સાથે કોલેજ શરૂ થઈ જશે પરંતુ અનેક પડકારો છે. મહત્વની વાત એ છે કે દિવાળી બાદ કોલેજ ખોલવાની શક્યતા ડિસેમ્બર મહિનામાં છે.
નોધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment