વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત ને લઈને ગૃહમંત્રી અમિત શાહે કર્યો મહત્વનો દાવો,કહ્યું કે….

Published on: 10:06 am, Sat, 7 November 20

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે પણ અત્યારથી જ રાજકારણ ગરમાયું છે.કેન્દ્રના ગૃહમંત્રી અમીત શાહ બે દિવસ માટે પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા છે અને તેમને 294 સીટમાંથી 200 સિટ ભાજપ મેળવશે તેવો લક્ષ્યાંક જાહેર કરતા મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે, આ વખતે બંગાળમાં પરિવર્તન નિશ્ચિત છે. અમિત શાહનું નિવેદન સાથે આ મહત્વપૂર્ણ દાવા સવાલો ઉઠયા છે કે.

મમતા ના રાજ માં ભાજપ માટે 200 સિટ નો લક્ષ્યાંક પ્રાપ્ત કરવો શક્ય બનશે?અમિત શાહે બંગાળના એક સભામાં સંબોધન વખતે 200 સીટ જીત ને લઈને મહત્વપૂર્ણ દાવો વ્યક્ત કર્યો હતો.મમતા બેનરજીના ગઢ ગણાતા પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે પહોંચેલા અમિત શાહના લોકસભા ચુનાવ ના તર્ક આપતા કહ્યું હતું.

કે 2019 માં પશ્ચિમ બંગાળના લોકસભા ચૂંટણીમાં 42 સીટમાંથી ભાજપ 18 સીટ જીત હતી. અમિત શાહે કહ્યું કે બંગાળમાં લોકોને મમતા સરકાર સામે હવે નારાજગી છે.

ગામના લોકોને બીજેપી પર ભરોસો છે.તેમણે કાર્યકરોને મમતા સરકારને જડથી ઉખાડી નાખવાનું આહવાન કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!