રાજ્યમાં ચોમાસાને લઈને ફરી એક વખત આવ્યા અગત્યના સમાચાર

Published on: 9:36 pm, Mon, 5 October 20

ભારત દેશમાં નેરૂત્ય ચોમાસાની પાછી ખેંચવાની પ્રક્રિયા હજુ માંડ શરૂ થઈ હતી ત્યાં ફરી એક વખત બ્રેક લાગી છે.બંગાળની ખાડી માં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા હવામાન નિષ્ણાતો પૂર્વ તથા મધ્ય ભારતમાં ફરી વરસાદ ની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ દેશના અનેક ભાગોમાં ચોમાસાની વિદાય લંબાઈ શકે તેમ છે. બંગાળની ખાડી માં લો પ્રેશરના કારણે ફરી વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે.

ચોમાસાની વિદાય માં વિલંબ થશે અને વરસાદનો નવો રાઉન્ડ આવતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો સમય આવશે. અત્યારે ખરીફ પાકોમાંથી ઉપડવા લાગ્યો છે તેવા સમયે વરસાદી માહોલ મોટું જોખમ સર્જી શકે છે. ઉત્તર અને પશ્ચિમી ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એટલે કે આ વરસાદથી ખેતીને નુકસાન થવાનું કોઈ જોખમ નથી. અત્યારે હાલમાં પૂર્વ તથા મધ્ય ભારતના ભાગોમાં મુશ્કેલી હાલત ઊભી થઈ શકે છે.

હવામાન વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે, લો પ્રેસર સર્જાવાના બાદ આંધ્ર પ્રદેશ તથા ઓરિસ્સાના સાગરકાંઠા તરફ આગળ વધી શકે છે. 11થી13 ઓકટોબર દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં બંગાળની ખાડી માં વાવાઝોડા સર્જાતા હોય છે.

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે ના રિપોર્ટ પ્રમાણે બે થી ત્રણ દિવસમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના અમુક ભાગો તથા રાજસ્થાનના તમામ ક્ષેત્રોમાં થી ચોમાસુ પાછું ખેચાઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!