ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી ના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રૂટની એસટી બસો બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે કોરોના ની બીજી લહેર ધીમે-ધીમે ઓછી થતાં ફરીથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની રૂટની ST બસો ફરીથી શરૂ કરાય છે.
રાજ્યમાં 31 મેના દિવસે એસટી બસમાં મુસાફરી માટે છૂટ અપાઇ હતી. એસટી બસમાં મુસાફરી કરવા માટે 50 ટકા ની ક્ષમતા સાથે મુસાફરો એસટી બસમાં જઈ શકતા પરંતુ હવે તે કેપેસિટી 75 ટકાની કરી દેવામાં આવી છે.
એસટી બસમાં મુસાફરી માટે સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી છૂટ આપી છે. આ ઉપરાંત GSRTC દ્વારા સીટિંગ કેપેસિટી ઘટાડી દેવામાં આવી હતી. ઓછા મુસાફરો સાથે બસ ચાલુ રહેશે.
કોરોનાની મહામારી ના કારણે મોટાભાગના બસનું ટાઇમીંગ વિખાઈ ગયું છે તેના કારણે તમારે કોઈપણ જગ્યાએ મુસાફરી કરવી હોય તો તમને કયા સમયે બસ આવે તેની કોઈ પણ પ્રકારની ખબર નહિ પડે.
તે માટે બસ ડેપો દ્વારા તમામ વિસ્તારોના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ નંબર નો ઉપયોગ કરીને તમે બસ નો ટાઈમ અને જગ્યા પૂછી શકો છો. અડાજણ ગામ 2765221, અમદાવાદ ડેપો નંબર 07925462260, 07925463386, 07925433396.
અમરેલી ડેપો નંબર 02792222158, ભાવનગર ડેપો નંબર 02782424148, ભરૂચ ડેપો નંબર 02642260609, બોટાદ ડેપો નંબર 02849251420, ભુજ ડેપો નંબર 02832220002.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment