ગુજરાતમાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે. વધી રહેલા કેસો વચ્ચે હવે ગુજરાતમાં અલગ-અલગ તહેવાર આવી રહ્યા છે. ગુજરાતની અંદર ગરબા ખેલૈયાઓ માટે સારા સમાચાર છે. કોરોના કાળમાં ગુજરાત સરકાર કેટલી શરતો સાથે ગરબા આયોજકોને પરમિશન આપી શકે છે.
જેના કારણે નવરાત્રિ મહોત્સવ માટે સુરત,અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં તૈયારી શરૂ થઈ ગઈ છે. આ સાથે ગરબા આયોજકોએ બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે. જો સૂત્રોનું માનવામાં આવે તો એવા સંકેતો મળી રહ્યા છે કે સરકાર પોતેજ દિશા નિર્દેશકો સાથે નવરાત્રી પર્વે ની મંજૂરી આપી શકે છે.
સરકારે આ મહિનામાં જન્માષ્ટમી, મોહરમ, ગણપતિ મહોત્સવ, માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને જાહેર સ્થળો પર આ ઉત્સવ ઉજવવા માટે મનાઈ કરવામાં આવી હતી.જોકે હજી સુધી સરકારે નવરાત્રી અંગે કોઈ સ્પષ્ટતા કરેલ નથી.
પરંતુ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ શહેરની બુકિંગ ની તૈયારીઓને જોઈને આ અનુમાન કરવામાં આવી રહ્યું છે.સરકાર કેટલીક છૂટછાટ સાથે આ તહેવાર ની પરમીશન આપી શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment