દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ની વાત કરીએ તો દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે આ ઉપરાંત બીજી અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ પણ આસમાનની સપાટીએ પહોંચ્યા છે. મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
એવામાં દુનિયા ડિજિટલ બની રહી છે અને ડિજિટલ પેમેન્ટ ના કારણે અનેક ચીજો બદલાય છે. જ્યારે પહેલા તમે દરેક પેમેન્ટ માટે કેસ લઈને સાથે ચાલતા હતા એના બદલે હવે કાર્ડનો યુઝ કરો છો.
આ ઉપરાંત તમારી પાસે કાર્ડ ન હોય તો તમે તમારા ફોનની મદદથી પણ પેમેન્ટ કરી શકો છો. ત્યારે આવે પેટ્રોલ પંપ પર કારના FASTAG ની મદદથી પણ પેટ્રોલ પુરાવી શકો છો. હાલમાં FASTAG નો ઉપયોગ ટોલ પ્લાઝા પર થાય છે.
આ ઉપરાંત અનેક જગ્યાએ પાર્કિંગના પેમેન્ટ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે હવે પેટ્રોલ પંપ પર પણ તમે FASTAG થી પેમેન્ટ ની વ્યવસ્થા કરાઈ છે.
આ સુવિધાથી તમને પેટ્રોલ પુરાવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. તમારા રૂપિયા FASTAG ના એકાઉન્ટમાંથી કપાઈ જશે. આ તમામ પ્રક્રિયા પર એક પ્રોસેસ છે. ઇન્ડિયન ઓઇલ અને આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા આ સુવિધા લાવવામાં આવી છે.
આઇસીઆઇસીઆઇ બેન્કના FASTAG યુઝર્સ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર FASTAG ની મદદથી પેમેન્ટ કરી શકશે. તમે જેટલું પેટ્રોલ કરાવો છો તેટલા રૂપિયા તમારા FASTAG ના એકાઉન્ટમાંથી કપાઈ જશે.
FASTAG ની મદદથી પેટ્રોલ પુરાવતા હશો તો પેટ્રોલ પંપ કર્મચારી તમારા કાર પર ના FASTAG ને સ્કેન કરશે અને તમને એક OTP મળશે. ત્યારબાદ આ OTP POS મશીનમાં ભરો. ત્યાર બાદ તમારું ટ્રાન્જેક્શન પૂરું થશે. ટોલ પ્લાઝા ની જેમ પેટ્રોલ પંપ પર FASTAG નો ઉપયોગ થશે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment