ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને રાજ્યમાં પ્રતિબંધ પણ ધીમે ધીમે હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આવા સમયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ની સંભવીત ત્રીજી લહેરને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો.
જેમાં ત્રીજી લેર ના આગમન પહેલા જ તૈયારીઓ શરૂ કરવામાં આવશે. આરોગ્ય વ્યવસ્થામાં રાજ્યના હોસ્પિટલમાં બેડ ની વ્યવસ્થા તેમજ રિયલ ટાઇમ મોનીટરીંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ની જવાબદારી રાજ્યના વરિષ્ઠ સચિવોને આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 20 જેટલા વરિષ્ઠ સચિવો સાથે એક બેઠક કરી અને એ બધાને કહ્યું કે આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણ કાર્યરત થાય તે માટે લંબાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના થી બચવાનો એક જ વિકલ્પ છે એ રસી. દરેક ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં રસીકરણ અભિયાન વધુ ઝડપી બને તે માટે લોકોને મોટીવેટ કરો. પોલિંગ બૂથની પેટન વેક્સીનેશન સેન્ટર શરૂ કરો.
ઉપરાંત NGO, સેવા સંગઠનો વઘેરા ના સહયોગથી અને સુચન મુજબ રસીકરણ અભિયાન વધુ ઝડપી બનાવો. મુખ્યમંત્રી વિજય રૂપાણી ની આ કોર કમિટીની બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથ.
ગૃહ વિભાગના મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તેમજ અન્ય સચિવો બેઠકમાં હાજર રહ્યા હતા. જેને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment