ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, આત્મનિર્ભર યોજના હેઠળ….

સમગ્ર દેશ કોરોના મહામારી ની સામે લડી રહ્યો છે. કોરોના વાયરસ નું સંક્રમણ ને અટકાવવા માટે સરકાર શ્રી દ્વારા લોકડોઇન લાગુ કરવામાં આવ્યું હતું. સરકાર ના આવા આકરા નિર્ણય ના કારણસર દેશ ના દરેક લોકો એ આર્થિક નુકસાનીનો બોજ સહન કરવો પડ્યો હતો. અર્થતંત્રને ફરી મજબૂત કરવા માટે સરકાર દ્વારા અનલૉક બહાર પાડવામાં આવ્યું હતું. દરેક નાના-મોટા ધંધાર્થીઓને ફરી બેઠું થવા માટે સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ અનેક સેવાઓ આપવામાં આવી રહી છે.

આત્મનિર્ભર યોજના હેઠળ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધેલ છે. આ યોજના ની સહાય માટે પુરાવા તરીકે હવેથી ફરજિયાત આધારકાર્ડ રહેશે નહિ. આ યોજના ની સહાય માટે હવે થી પુરાવા તરીકે પાનકાર્ડ અને રેશન કાર્ડ પણ ચલાવી લેવામાં આવશે.

હાઈકોર્ટના નિર્ણય બાદ આત્મનિર્ભર યોજના હેઠળ કોઇપણ સહાય લેવા માટે દર્શાવવા પડતાં પુરાવામાં આધારકાર્ડ, પાનકાર્ડ,રેશનકાર્ડ ચલાવવામાં આવશે. રાજ્ય સરકારના પૂછાતા પ્રશ્નો નો કોર્ટ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*