મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ની અધ્યક્ષતામાં અગત્યની કેબિનેટની મિટિંગ,લેવાઈ શકે છે મોટા નિર્ણયો

પેપર લીક થયા બાદ ગુજરાત ના રાજ્ય સરકાર ના યુદ્ધ ના ધોરણે એક્શન માં આવી હતી અને તપાસના આદેશ આપીને 14 એટલા આરોપીએ સામે કાર્યવાહી પણ કરી છે.તો મંગળવારે રાજ્ય સરકાર ની એક હાઈ લેવલ બેઠક માં ચર્ચા બાદ સમગ્ર પરીક્ષા રદ કરીને નવી આગામી માર્ચ મહિનામાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ નવી પરીક્ષા અને સુરક્ષા વ્યવસ્થામાં મામલે આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.આ સાથે જ આગામી સમયમાં વાયબ્રન્ટ સમિતિ ગુજરાત ને આંગણે યોજાવાની છે

અને દેશ વિદેશ થી અનેક રોકાણકારો ગુજરાત આવવાના છે તેને લઈને પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે.

સરપંચ સંમેલન મુદ્દે પણ મંથન કરી શકાય છે તો 31 ડિસેમ્બરની ઉજવણી લઈને પણ મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા આજે લેવામાં આવી શકે છે.આ બેઠકમાં રાજ્યમાં વધી રહેલ કોરોના કેસ, કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ બાબતે ચર્ચા થશે.

આ સાથે જ રાજ્યમાં ગેરકાયદેસર ડ્રગ્સ હેરાફેરી બાબતે કેબિનેટ માં ચર્ચા થશે તો બાળકોમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને ઓફલાઇન શિક્ષણ ફરી થોડા સમય માટે બંધ કરવાની નિષ્ણાંતો ની માંગણી મુદ્દે પણ મંથન કરવામાં આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*