નશો બન્યો મૃત્યુનું કારણ : બે મિત્રોએ નશાની હાલતમાં કારની અંદર સિગરેટ સળગાવી, આગ લાગતા બંનેના મૃત્યુ…

Published on: 10:10 am, Thu, 23 December 21

ઉત્તર પ્રદેશમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના જાલૌનમાં મંગળવારે મોડી રાત્રે કારમાં સવાર બે મિત્રોના આગ લાગવાના કારણે મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર આ મને સંતોષ નામના બે મિત્રો પોતાનું કામ પતાવીને કપડાના વેરહાઉસમાં કાર પાર્ક કરીને દારૂ પી રહ્યા હતા. બંને મિત્રો નશાની હાલતમાં દૂત થઈ ગયા હતા. ત્યારે બંને મિત્રોમાંથી એક મિત્ર સિગારેટ સળગાવે છે.

અને સિગરેટના સ્પાર્કને કારણે કારમાં આગ લાગી ગઈ હતી અને બંને મિત્રો નશાની હાલતમાં કારમાંથી બહાર જ ન નીકળી શક્યા. મળતી માહિતી અનુસાર આ કારમાં આગ લાગવાના કારણે નજીકમાં પાર્ક કરેલી અન્ય બે કાર અને ત્રણ બાઇક પણ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટનામાં બંને મિત્રો ના મૃતદેહ કેટલા મરી ગયા હતા કે તેની ઓળખ કરવી પણ ખૂબ જ મુશ્કેલ પડી ગઈ હતી. પરંતુ કંપનીના આઇડી કાર્ડ દ્વારા તે બન્નેની ઓળખ થઈ હતી. નશાના કારણે બે મિત્રોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઘટના બન્યા બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમેને કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને ત્યાર બાદ આગ પર કાબૂ મેળવીને બંને મિત્રો અને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નશો બન્યો મૃત્યુનું કારણ : બે મિત્રોએ નશાની હાલતમાં કારની અંદર સિગરેટ સળગાવી, આગ લાગતા બંનેના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*