શું મિત્રો તમારું પણ sbi માં ખાતું છે અને તમને પણ સમાચાર મળી રહ્યા છે કે તમારું એકાઉન્ટ પાનકાર્ડ સાથે લીંક નહીં હોય તો તમારું બેન્ક એકાઉન્ટ બ્લોક થઈ જશે જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો તમારે પહેલા આખે આખો અહેવાલ વાંચવો જરૂરી છે કારણ કે વાસ્તવમાં થોડાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે
જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જો તમારું એસબીઆઇ બેન્કમાં એકાઉન્ટ હોય અને પાનકાર્ડ સાથે લીંક નહી હોય તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે.આ બાબતે PIB ફેકટ ચેકે ખૂબ જ ગંભીર ઘટસ્પોટ કર્યા છે. તેમને જણાવ્યું કે સ્ટેટ બેન્ક હંમેશા પોતાના ગ્રાહકોને સાવધાન કરે છે
કે બેન કોઈને પણ કોલ કે મેસેજ કરીને તેમના ખાતા સંબંધી માહિતી અપડેટ કરવાની સલાહ આપતું નથી અને બેંક પાન વિગતો અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારની લીંક પણ મોકલતી નથી. આ સાથે એસબીઆઇએ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો શિકાર બને છે
તો આવી પરિસ્થિતિમાં સાયબર ક્રાઇમ સેલ નંબર 1930 પર અથવા ઈમેલ report.phishing@sbi.co.in દ્વારા તેની ફરિયાદ નોંધાવી શકે છે અને જો તમને આવો મેસેજ આવ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે બેંક દ્વારા આવું કશું જાહેર કરવામાં આવ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment