RTOમાં ટેસ્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું હોય તો, આ કાર્ય કરવી પડશે?

જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય અને તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ RTO મા ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માંગતા હોય તો તમારે માટે આ ખૂબ જ ખુશીના સમાચાર છે. જો તમારે RTO મા ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના લાઈસન્સ કઢાવવું હોય.

તો એ માટે સૌપ્રથમ તમારે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરફથી માન્યતા પ્રાપ્ત કરેલા ડ્રાઇવિંગ ટેસ્ટિંગ સેન્ટર તરફથી એક ટ્રેનિંગ લેવી પડશે, આ ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ સેન્ટર તરફથી તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે.

અને જો આ સર્ટિફિકેટ તમે આ RTO બતાવશો તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. ટ્રેનિંગ સેન્ટર 1 જુલાઈ 2021માં શરૂ થઈ જશે. આ સમગ્ર સંબોધન રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપ્યું છે.

આ ટ્રેનિંગ સેન્ટર કોઈપણ જગ્યાએ એક ખુલ્લા વિસ્તારમાં કે પહાડી વિસ્તાર માં એક એકર જમીનમાં ખોલવામાં આવશે. આ ટ્રેનિંગ સેન્ટરમાં LMV અને HMV બંને પ્રકારના વાહનો માટેની ટ્રેનિંગ આપવામાં આવશે.

અહી ટ્રેનિંગ સેન્ટરમાં બાયોમેટ્રિક રીતે હાજરી અને ઇન્ટરનેટ માટે બ્રોડબેન્ડની હશે. આ સેન્ટરમાં પાર્કિંગ, રીવેસ ડ્રાઇવિંગ, ઢાળ ટ્રેનિંગ આપવામાં આવશે.

આ ઉપરાંત સેન્ટરમાં ડ્રાઈવરને વરસાદમાં, રાત્રિમાં, ગામડામાં, હાઈવે પર, અને ભીડભાડવાળા વિસ્તારમાં કેવી રીતે ચલાવવું તે બધી ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ સેન્ટરમાં અલગ-અલગ કોર્સ પણ હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*