મિત્રો તુલસીના રોગને આપણા શાસ્ત્રોમાં પૂજનીય ગણવામાં આવે છે. તમને બધાને ખબર હશે કે તુલસીના છોડને ઔષધી તરીકે પણ વાપરવામાં આવે છે. આટલા જ માટે તુલસીના છોડને સ્વર્ગના છોડની પણ ઉપાધી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તુલસીના છોડને ધરતી પર મનુષ્યનું કલ્યાણ કરવા માટે મોકલવામાં આવ્યો છે.
દેશમાં મોટાભાગના લોકોના ઘરે તુલસીનો છોડ જોવા મળે છે. જે પણ ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાંનું વાતાવરણ એકદમ પૂજનીય હોય છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તુલસીએ લક્ષ્મી માતાનું એક સ્વરૂપ છે. કહેવામાં આવે છે કે તુલસીમાં નિયમિત પાણી રેડવાથી વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે.
જે પણ ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘરનું વાતાવરણ પણ ખૂબ જ સકારાત્મક રહે છે. ઘરમાં તુલસીનો છોડ રાખો તે નાની મોટી વાત નથી તેની ખૂબ જ કાળજી પણ લેવી પડે છે. જો તુલસીના છોડની યોગ્ય રીતે કાળજી રાખવામાં ન આવે તો તે સુકાઈ જાય છે અને તુલસીનો છોડ સુકાય તે અશુભ ગણાય છે.
મિત્રો એવું કહેવાય છે કે, સૂર્યાસ્ત થયા પછી તુલસીના છોડને અડવું ન જોઈએ. આ ઉપરાંત રવિવારના દિવસે, એકાદશીના દિવસે તથા સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના દિવસે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. કહેવાય છે કે જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તુલસીનો છોડ સુકાઈ જાય.
ઉપરાંત તુલસીના છોડ સાથે કોઈ અન્ય છોડ ન રોપો જોઈએ. ઉપરાંત તુલસીના છોડને એવી જગ્યાએ રોકવો કે જ્યાં યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે. આ ઉપરાંત નિયમિત પણે તુલસીના છોડને જળ અર્પણ કરવું પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment