મિત્રો ચોટીલાના ડુંગર ઉપર બેઠેલી ચામુડા ને તો આપણી સૌ જ્ઞાતિ પૂજે છે. આખા ગુજરાતની અંદર આ મંદિર એટલું બધું પ્રખ્યાત છે કે લોકો દૂર દૂરથી માતાજીની માનતા પૂરી કરવા અથવા તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે
અને નવરાત્રિના તહેવાર પર તો અહીં લાંબી લાંબી લાઈનો હોય છે. સુરેન્દ્રનગર જઈએ અને માતાજી ચામુડા ના દર્શન કરવા ચોટીલા જતા હોય તો તેની આજુબાજુ ઘણા બધા એવા સ્થળો છે જે તમારી આ ધાર્મિક યાત્રાને મસ્ત બનાવી શકે છે.તમે ચોટીલા ચામુંડા માના દર્શન કરવા જાવ અને માતાજીના દર્શન થઈ જાય પછી
તમારે વર્ણીન્દ્રા ધામ જવાનું જ્યાં નીલકંઠધામ નો બીજો ભાગ કહી શકાય તેવી સુંદર મજાનું મંદિર સુંદરતા વાળી રચના વાળો ગાર્ડન વાળી જગ્યા છે જ્યાં તમે જશો તો તમને શાંતિનો એહસાસ થશે. ત્યાં તમે તમારો સમય પસાર કરો પછી તમારે પરમ પૂજ્ય દાદા ભગવાનની માહિતી વાળું મ્યુઝિયમ અને મિનિ થિયેટર આવેલું છે
જ્યાં વર્ષે લગભગ 30 હજાર લોકો જાય છે અને અને ત્રિમંદિર કહેવામાં આવે છે જ્યાં પણ ગાર્ડન ની જગ્યા ને ખૂબ સુંદર જગ્યા છે. પછી સુરેન્દ્રનગર થી લગભગ સાત કિલોમીટરના અંતરે વઢવાણ પાસે હવા મહેલ આવેલું છે જે ખૂબ જ સુંદર ફરવા લાયક જગ્યા છે જ્યાં તો જીવનમાં એક વખત આપણે લાહવો લેવો જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment