દેશમાં સતત વધી રહેલા કોરોના ના કેસ ની સંખ્યાને જોતા રાજ્યની પોલીસ ફોર્સ ફરીથી એક વખત એક્શન માં આવી ગઈ છે.માસ્ક નહિ પહેરનાર લોકોને દંડ કરવા માટે પોલીસ અલગ અલગ રસ્તાઓ અપનાવે છે તે આપણે જોયું છે.
તેવું જ કંઇક અહીંની પોલીસ પણ કરતી જોવા મળી છે.ગ્વાલિયર માં કોરોના ના કેસોની સંખ્યા જોતા પોલીસ વિવિધ સ્થળોએ રૂકો રુકો અભિયાન ચલાવતી જોવા મળી રહી છે.
પોલીસે અહી એક અસ્થાઈ જેલ બનાવી છે અને નીમ તાલ ચાર રસ્તા પર બનાવેલી આ જેલમાં એ લોકોને રાખવામાં આવી રહ્યા છે જે ચેકીંગ દરમિયાન માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા.
પછીથી તેઓને પકડીને માસ્ક પહેરાવીને તેમને હાથમાં સિલ લગાવવામાં આવ્યું છે.આ લોકો પર ચલણ તો કાપવામાં આવ્યું જ છે પરંતુ તેની સાથે તેમના હાથ પર હું કોરોના નો દૂત છે તેવું લખેલો હાથમાં સિક્કો પણ મારવામાં આવ્યો છે.
માસ્ક વગરના લોકોને આશરે 30 મિનિટ માટે અસ્થાઇ જેલ જેવા બનાવેલા પંડાલમાં બેસાડીને રાખવામાં આવ્યા હતા અને અહી તેમની પાસે કોરોનાથી સુરક્ષિત રહેવાના ઉપાયો નો નિબંધ પણ લખવાડ્યો હતો.
આ અભિયાન માં વિદિશા ના કલેકટર ડો.પંકજ જેને આવીને માસ્ક ન પહેરનાર લોકોને કોરોના દૂત મંચ પર પણ બેસાડ્યા હતા અને કોરોનાથી સુરક્ષિત રહેવાના નિબંધ લખવા માટે જણાવ્યું હતુ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment