કોરોના મહામારી ને લઈને કેન્દ્રએ આપી મોટી ચેતવણી, કહ્યુ કે 4 સપ્તાહ…

120

દેશમાં કોરોના ની હાહાકાર વચ્ચે કેન્દ્ર સરકાર આગામી 4 અઠવાડીયા દેશ માટે અતિ ગંભીર હોવાની ચેતવણી આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા નીતિ આયોગના મેમ્બર પ્રોફેસર વિનોદે જણાવ્યું.

કે ભારતમાં કોરોના મહામારી વધી શકે છે અને આ મહામારીને હળવાશથી લઈ શકાય તેમ નથી.કોરોના ના કેસો વધી રહ્યા છે અને કોરોનાવાયરસ ના કેસો વધવાની ગતિ પણ ગત સમય કરતાં ખૂબ વધારે છે.

માટે લોકોએ સાવધાની રાખવાની જરૂરી છે નહિતર પરિસ્થિતિ સંભાળવી ઘણી અઘરી બની જશે.વિનોદ પોલે જણાવ્યું કે આગામી 4 અઠવાડીયા ભારત માટે ઘણાં ગંભીર છે.

અને આપણે હજુ પણ મહામારીને કંટ્રોલમાં રાખી શકે તેમ છીએ પરંતુ લોકોની ભાગીદારી ખૂબ જ જરૂરી છે અને તેમને કોરોના ની રસી અંગેની અનિશ્ચિતતા અને શંકા પણ દૂર કરી.

દ્વારા કહેવામાં આવ્યું કે વિદેશમાં ક્યાંય પણ 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે કોરોના રસી ફરજીયાત નથી પરંતુ ભારતમાં 45 વર્ષથી વધારે વયના લોકોની કોરોના રસી મફતમાં આપવામાં આવી રહી છે.

લોકોએ રસી મુકાવવી જોઇએ અને તેઓએ કહ્યું કે ભારતમાં ઉપલબ્ધ કોરોના ની રસી ખૂબ જ સુરક્ષિત અને અસરકારક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!