‘5 લાખ રૂપિયા નહીં આપતો તારી પત્ની અને દીકરીને ઉઠાવી જશો’, વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક વ્યક્તિએ તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવવું… મૃત્યુ પહેલા સુસાઇડ નોટમાં…

વ્યાજખોરોના ત્રાસથી સુસાઇડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના મહેસાણા થી સામે આવી રહી છે. અહીં ખેરવા ગામમાં મુકેશ પટેલ નામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સુસાઇડ નોટ લખી અને ત્યારબાદ તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ગઈકાલે મુકેશભાઈનું મૃતદેહ તળાવમાં મળી આવ્યું હતું.

ત્યાર પછી મૃતદેને તળાવમાંથી બહાર કાઢીને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સુસાઇડ હોવા છતાં પણ પોલીસ કર્મચારીએ પગ લપસી જતા મોત થયું તેવું પંચનામામાં લખ્યું હતું. જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો અને લોકોએ માંગ કરી હતી કે જ્યાં સુધી ગુનેગારો સામે સાચી ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારશું નહીં. ત્યારબાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલાને શાંત પાડ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો મહેસાણાના ખેરવા ગામે રહેતા અને ગણપતિ યુનિવર્સિટીમાં પટાવાળા તરીકે નોકરી કરતા મુકેશભાઈ પટેલે સુસાઇડ નોટ લખીને ત્રણ દિવસ પહેલા સ્થાનિક વ્યાજખોરોથી કંટાળીને તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બુધવારના રોજ મુકેશભાઈ નું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

ત્યારબાદ મુકેશભાઈ ના ગામના લોકોએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવાની અને મુકેશભાઈને ન્યાય અપાવવાની માંગણી કરી હતી. ત્યારે વિમલ નામના પોલીસ કર્મચારીએ પંચનામા પગ લપસી જતા મુકેશભાઈનું મોત થયું છે તેવું લખ્યું હતું. જેના કારણે ઘટના સ્થળે ભેગા થયેલા લોકોના ટોળાએ પોલીસ કર્મચારી પર પ્રહાર કર્યા હતા. મામલો ખૂબ જ ઉગ્ર બની ગયો જેના કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે આવવું પડ્યું હતું.

સુસાઇડ નોટમાં મુકેશભાઈએ જણાવ્યું હતું કે 1 લાખના 3.30 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરો પાંચ લાખ રૂપિયા માંગીને ઘર પડાવવાની ધમકી આપતા હતા. સમગ્ર ઘટનાને લઈને મુકેશભાઈ ની દીકરીએ જણાવ્યું કે મારા પપ્પા દરરોજ નોકરી પર બાઈક લઈને જાય છે પરંતુ ઘટનાના દિવસે તેઓ બાઈક લઈને નોકરી પર ગયા ન હતા. જેથી પરિવારના લોકોને શંકા ગઈ અને મુકેશભાઈ ની શોધખોળ શરૂ કરી હતી.

શોધખો દરમિયાન પપ્પાનું સ્વેટર તળાવના કિનારેથી મળી આવ્યું હતું. ત્યારબાદ પપ્પા ગુમ થયા છે તેવી ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારબાદ તરવૈયાઓ તળાવમાં મુકેશભાઈ ને શોધવા માટે ઉતર્યા હતા પરંતુ તેમને કાંઈ મળ્યું ન હતું. બે દિવસ બાદ તળાવમાં એક તરતી લાશ મળી હતી આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદે બહાર કાઢ્યું ત્યારે મૃત્યુ પામેલા વ્યક્તિના ખિસ્સામાંથી બે ભીની ચિઠ્ઠી મળી આવી હતી.

મળતી માહિતી અનુસાર વ્યાજખરો પૈસા માટે મુકેશભાઈ પર ખૂબ જ દબાણ કરતા હતા. જ્યારે મુકેશભાઈ પોતાની નોકરી પર જાય ત્યારે રસ્તામાં તેમને ધાક ધમકી આપે અને તેમને પકડીને ઊભા રાખતા હતા. આટલું જ નહીં પરંતુ તેમની પત્ની અથવા તો છોકરી ગામમાં કાંઈ વસ્તુ લેવા જાય તો પણ વ્યાજખોરો ઉઘરાણીઓ કરતા હતા. આટલું જ નહીં પરંતુ વ્યાજખોરો મુકેશભાઈ ને કહેતા હતા કે પાંચ લાખ રૂપિયા નહીં આપીશ તો તારા પરિવારને ઉઠાવી લઈશ. આ બધાથી કંટાળીને મુકેશભાઈ પોતાનું જીવનને ટૂંકાવી લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*