મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા દરરોજ અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. અમુક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે, જે સાંભળીને આપણું મન પ્રફુલિત થઈ જતું હોય છે. ત્યારે આજે આપણે દેવા જઇક કિસાની વાત કરવાના છીએ. મિત્રો એક સાસુએ પોતાની વિધવા વહુના બીજા લગ્ન કરાવીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મળતી માહિતી અનુસાર લગ્નના છ મહિના બાદ દીકરાનું મૃત્યુ થતાં જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. દીકરાના મૃત્યુ બાદ સાસુ વિધવા વહુને પોતાની સગી દીકરી કરતા પણ વધારે સાચવતા હતા. સાસુએ વહુને ખૂબ જ ભણાવી ગણાવી અને તેને ગ્રેડ ફસ્ટની લેક્ચરર બનાવી હતી. એટલું જ નહીં પરંતુ વિધવા વહુના ઢોલ નગારા સાથે હસતા મોઢે બીજા લગ્ન કરાવ્યા હતા.
સમગ્ર ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો આ કિસ્સો રાજસ્થાનનો છે. અહીં કમલાદેવી નામના મહિલાના નાના દીકરા શુભમ ના લગ્ન સુનીતા નામની યુવતી સાથે થયા હતા. મળતી માહિતી અનુસાર બંનેના લગ્ન 25 મે 2016ના રોજ થયા હતા. લગ્ન બાદ અભ્યાસ કરવા માટે શુભમ વિદેશ ચાલ્યો ગયો હતો.
નવેમ્બર 2016 બ્રેન સ્ટ્રોકના કારણે શુભમનું મોત થયું હતું. શુભમનું મોત થતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. સાસુ અને વહુને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો. દીકરાના મૃત્યુ બાદ વહુને પોતાના પિતાના ઘરે મોકલી દેવાની જગ્યાએ સાચુંએ વહુને દીકરીની જેમ પ્રેમ આપ્યો હતો. સાસુ વિધવા વહુને સગી દીકરીની જેમ સાચવતા હતા.
તેની બધી જરૂરિયાતો પૂરી કરતા હતા. એટલું જ નહીં પરંતુ વહુને ભણાવવા માટે સાસુએ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. સુનીતા અને સારી એવી નોકરી મળ્યા બાદ સાસુને તેના લગ્નની ખૂબ જ ચિંતા થવા લાગી. તેથી સાસરાવાળાઓએ સુનીતાના ફરીથી લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. ત્યારબાદ સાસુએ પોતાની વિધવા વહુ માટે એક સારો છોકરો ગોત્યો અને ધામધૂમથી સાસુએ વિધવા વહુના લગ્ન કરાવ્યા.
વિધવા વહુના લગ્ન કરાવીને સાસુએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કિસ્સો બન્યા બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બની ગયો હતો. ઘણા લોકો આ કિસ્સાને લઈને ઘણી ખોટી વાતો કરી રહ્યા હતા અને ઘણા લોકો ખૂબ જ સરસ કામ કર્યું તેવું કહી રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment