રોડ પર ચાલતા ચાલતા જઈ રહેલા ભાઈ-બહેનને પોલીસની કારે જોરદાર ટક્કર લગાવી, ત્યારબાદ બન્યો કંઈક એવું કે…જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Published on: 11:23 am, Mon, 14 November 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહે છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે અથવા તો ઇજાગ્રસ્ત થવું પડતું હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટનાના સીસીટી સામે આવ્યા છે.

આ ઘટનામાં એક કાર ચાલકે બે નાના બાળકોને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બંને બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બાગપતમાં બની હતી.

મળતી માહિતી અનુસાર શહેરમાં બે પક્ષો વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. જેમને પકડવા માટે પોલીસની ડાયલ 112 કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. ત્યારે પોલીસની કારે રસ્તા પર જઈ રહેલા ભાઈ બહેનને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બંને ભાઈ બહેન રોડ પર ઢળી પડ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા બાળકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સદનસીબે આ ઘટનામાં બંને બાળકોને વધુ પડતી ઇજા પહોંચી ન હતી.

બંનેનું ચેકઅપ કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

પોલીસની આ બેદરકારી નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો પોલીસના વિરોધમાં કાર્યવાહી થાય તેની માટે માંગ પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડ પર ચાલતા ચાલતા જઈ રહેલા ભાઈ-બહેનને પોલીસની કારે જોરદાર ટક્કર લગાવી, ત્યારબાદ બન્યો કંઈક એવું કે…જુઓ ઘટનાના CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*