દેશમાં કોરોનાની મહામારી વચ્ચે રાજકીય પક્ષના નેતાઓ એકબીજાના પક્ષ પર વારંવાર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે પાર્ટીના સોશિયલ મીડિયા સેલ માં સામેલ થનાર નવા વોલેનિટયસને સંબોધન કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના “ફેક ન્યુઝ” થી ડરે નહીં.
દેશમાં કોરોનાની મહામારી માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે UP સરકારના વખાણ પર લોકો હસી રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યુ કે ચીન સાથે બોર્ડર પર વિવાદ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનનો ખૂબ જ હાસ્યાસ્પદ છે.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના “ફેક ન્યૂઝ” પર ભરોસો કરવાનું બંધ કરી દેવું જોઈએ. રાહુલ ગાંધીનું આ નિવેદન જે લોકો કોંગ્રેસ પાર્ટી ને છોડીને ગયા છે જે લોકો પર નિશાન સાધતા કહ્યું કે જે લોકો કોંગ્રેસ પાર્ટી ને છોડીને ગયા છે તે લોકો RSS ના માણસો હતા.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે જે લોકો નીડર છે તે અમારા છે અને એ લોકોને પાર્ટીની અંદર લેવામાં આવશે અને જે લોકો ડરી રહ્યા છે તે લોકોને પાર્ટીમાંથી બહાર નિકાળવામાં આવશે.
RSS ના છે જે જાવો ભાગો, મજા લ્યો, તમારી પાર્ટીને જરૂર નથી. અમારે પાર્ટીમાં નીડર લોકો જોઈએ છે આ તમારી વિચારધારા છે.
રાહુલ ગાંધીનું આ નિવેદન કોંગ્રેસ છોડીને ગયેલા જતીન પ્રસાદ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ પર રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ તે લોકોના નામ લીધા વગર તે બધા લોકો પર નિશાન સાધ્યું છે.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ સીધીયાનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમને પોતાનું ઘર બચાવ હતું, પરંતુ તેઓ ડરી ગયા હતા અને તે RSS માં ચાલ્યા ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment