આપણે બધા જાણીએ છીએ કે પીરિયડ્સએ એક સામાન્ય કુદરતી પ્રક્રિયા છે. સામાન્ય રીતે 12 વર્ષની ઉંમરથી છોકરીઓ પીરિયડ્સ આવવાનુંશરૂ થાય છે, જે લગભગ 45-55 વર્ષ સુધી મેનોપૉજ આવવા સુધી ચાલે છે. દરેક મહિલાનું પીરિયડ ચક્ર અલગ હોય છે અને તે શરીર પર આધાર રાખે છે. સામાન્ય પીરિયડ સાયકલ 2 થી 8 દિવસો સુધી ચાલી શકે છે.પરંતુ વધુ મહિલાઓને પીરિયડ્સ 4 દિવસો સુધી આવે છે.
માસિક સ્રાવ દરમિયાન છોકરીઓ અથવા સ્ત્રીઓમાં ઘણા બધા હોર્મોનલ અને શારીરિક ફેરફારો જોવા મળે છે. કેટલીકવાર પીરિયડ્સ સાથે સંકળાયેલા લક્ષણોને મામૂલી ગણીને અવગણવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ લક્ષણોને અવગણવા ભારે પડી શકે છે.તાજેતરના એક સંશોધન મુજબ, અનિયમિત પીરિયડ્સ લીવરની બીમારીઓનું જોખમ વધારી શકે છે.
તાજેતરના એક સંશોધન મુજબ, અનિયમિત પીરિયડ્સ લીવર સંબંધિત રોગોનું જોખમ વધારી શકે છે. યુ.એસ ઓફિસ ઓન વુમન્સ હેલ્થ અનુસાર, જો પીરિયડ 24 થી 38 દિવસમાં આવે છે, તો પણ તેને નિયમિત ગણી શકાય.40 વર્ષથી ઓછી વયની 72,092 સ્ત્રીઓના અભ્યાસ મુજબ, લાંબા અથવા અનિયમિત પીરિયડ્સ ધરાવતી સ્ત્રીઓમાં નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ થવાની શક્યતા 26 થી 30 દિવસ સુધી ચાલતી સામાન્ય પીરિયડ્સ ધરાવતી સ્ત્રીઓ કરતાં વધુ હતી. આ સંભાવના 49 ટકા વધારે હતી.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના ડાયેટિશિયન અને ઓવિટી સંશોધક ડૉ. ડિમિટ્રિઓસ કૌટૌકીડિસે જણાવ્યું હતું કે, આ અભ્યાસ એ જોવા માટે કરવામાં આવ્યો હતો કે લિવર પર હોર્મોન્સની કોઈ અસર થાય છે કે કેમ. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હોર્મોન્સ એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનનું અસામાન્ય સ્તર નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગનું જોખમ વધારી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment