અરેરે આ ફેનીલે તો બોવ કરી! ગ્રીષ્મા વેકરીયા કેસના આરોપી ફેનીલ ગોયાણી ને લાડવો ખાવાની થઈ ઇચ્છા,પોલીસ ને કહ્યુ કે…

Published on: 2:54 pm, Thu, 10 March 22

સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટીયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં એક યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનો જીવ લઇ લીધો હતો. દીકરી ગ્રીષ્માના પિતા આફ્રિકા હોવાથી તેના અંતિમ સંસ્કાર બે દિવસ સુધી કરવામાં ન આવ્યા હતા.

આફ્રિકાથી સુરત આવેલા પિતાએ દીકરી ગ્રીષ્માના મૃત્યુના સમાચાર સાંભળીને તે ત્યાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટનાના કારણે સમગ્ર પાટીદાર સમાજમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.દીકરી ગ્રીષ્માની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપરાંત મહિલાઓ પણ મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાઈ હતી. અંતિમ યાત્રા વખતે ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ હતા.

લોકો હાલ જલ્દીથી જલ્દી આ દીકરી ને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ સમયે દીકરી ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેને જણાવ્યું કે મારી દીકરીને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આરોપીને સજા મળવી જોઈએ.યુવતીના પિતાએ એવું પણ કહ્યું કે સરકાર દ્વારા અમને પૂરો સહકાર આપવામાં આવ્યો છે.

કોર્ટ રૂમ માં ફેનિલ અચાનક ઢળી પડતા તેને 108 માં હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો હતો. પોતાની માનસિક પરિસ્થિતિ નબળી હોવાનું નાટક કરીને હોસ્પિટલની અંદર રાખવામાં આવે તે માટેના ફેનીલ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી પોલીસ વાન ની અંદર લઈ જવામાં આવ્યો હતો. અને ત્યાં તેને ગળી વસ્તુ ખાવાનું મન થયું છે તેવી ઈચ્છા પોલીસ સામે વ્યક્ત કરી હતી.તેને લાડવો ખાવાનું મન થયું છે તેવી ઈચ્છા પોલીસ સામે વ્યક્ત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરેરે આ ફેનીલે તો બોવ કરી! ગ્રીષ્મા વેકરીયા કેસના આરોપી ફેનીલ ગોયાણી ને લાડવો ખાવાની થઈ ઇચ્છા,પોલીસ ને કહ્યુ કે…"

Leave a comment

Your email address will not be published.


*