ગુજરાત રાજ્યમાં કોરોના ના કારણે શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે કોરોના નું સંક્રમણ રાજ્યમાં ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 ની શાળાઓ શરૂ કરવા માં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી શાળા સંચાલકો 9 થી 11 ની શાળાઓ શરૂ કરવાને લઈને રજૂઆતો કરી રહ્યા છે.
અગાઉ પણ સંચાલકોએ ગુરુવાર થી પોતાની રીતે સ્કૂલ શરૂ કરી દેવાની ચમક આપી હતી. પરંતુ બુધવારના રોજ બકરી ઈદ હોવાના કારણે સરકારની કેબિનેટ મીટીંગ સ્થગિત થઈ હતી પરંતુ હવે આ જ મિટિંગ થઈ શકે છે.
આજે પણ સરકાર ધોરણ 9 થી ધોરણ 11 ની શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય ન લેતા સંચાલકો દ્વારા શનિવારે પોતાની જાતે જ શાળાઓ શરૂ કરી દેવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત આજે તમામ જિલ્લાના DEO ને શાળા સંચાલકો અને શિક્ષકોએ મળીને શાળાઓ ફરી એક વખત શરુ કરવા અંગે આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 ની શાળાઓ અને કોલેજ ને 15 મી જુલાઈથી શરૂ કરી દેવામાં આવી હતી.
પરંતુ રાજ્યમાં હજુ સુધી ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સ્વિમિંગ પૂલ, મંદિરો, જિમ, વોટરપાર્ક, બાગ-બગીચા સહિત અન્ય કેટલાય સ્થળો ખુલ્લા મૂકી દીધા છે.
તો શાળાના સંચાલકો ની માંગ છે કે નિયમિત રીતે શાળાઓ પણ શરૂ કરી દેવી જોઈએ. આજરોજ બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં શાળા શરૂ કરવા અંગે મહત્વના નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે.
જો આજરોજ કેબિનેટ બેઠકમાં શાળાઓ ખોલવામા અંગે નિર્ણય નહીં લેવામાં આવે તો 24 તારીખના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ની શાળાઓ શરૂ કરી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ શનિવારના રોજ 400થી પણ વધારે ખાનગી શાળાઓ શરૂ થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment