સોના-ચાંદીના ભાવમાં ફરી એકવખત ઘટાડો, જાણો આજનો ભાવ…

Published on: 12:52 pm, Thu, 22 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સોના-ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો થયો છે. ગઈકાલે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 47410 રૂપિયા હતી. ત્યારે આજે 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47040 રૂપિયા નોંધાયો છે.

આ ઉપરાંત પ્રતિ કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. ચાંદીનો પ્રતિ કિલો ભાવ 67101 રૂપિયા નોંધાયો છે. વૈશ્વિક બજારમાં પણ હાજરમાં સોનાની કિંમતમાં 0.1 ટકાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે આ ઉપરાંત વાયદામાં 0.18 ટકાના ઉછાળા સાથે સોનુ 1802 83 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ થઈ રહ્યું છે.

મુંબઈમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47110 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48110 રૂપિયા નોંધાયો છે. દિલ્હી માં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47010 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51320 રૂપિયા નોંધાયો છે.

કોલકાતા માં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47740 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50140 રૂપિયા નોંધાયો છે. ચેન્નાઈ માં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45290 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49410 રૂપિયા નોંધાયો છે.

બેંગલોરમાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 44890 રૂપિયા અને 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49970 રૂપિયા નોંધાયો છે.

કેટલું સોનું આવકના પુરાવા વગર તમે રાખી શકો તો આવક વિભાગ દ્વારા કોઈ કનડગતરનો સામાન નહીં કરવો પડે! આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ એક્સિસ કે જે મહેસુલ વિભાગ હેઠળ આવે છે. તેમની ગાઇડલાઇસ પ્રમાણે 1 ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમે કોઈ પુરાવો આપવાની જરૂર નથી.

જાણકારી અનુસાર જે સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય તે 500 ગ્રામ સોનું આવક પુરા વગર રાખી શકે છે. જે સ્ત્રીના લગ્ન ન થયા હોય તે સ્ત્રી 250 ગ્રામ સોનુ આવક પુરાવા વગર રાખી શકે છે. પુરુષની વાત કરીએ તો એક પુરુષ વધુમાં વધુ સો ગ્રામ સોનુ આવક પુરાવા વગર રાખી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "સોના-ચાંદીના ભાવમાં ફરી એકવખત ઘટાડો, જાણો આજનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*