હંમેશા પુત્રને જ વારસદાર સમજીને તેને મિલકતમાં હક આપવામાં આવતો હોય છે. પહેલાના સમયમાં પણ પિતાની સંપૂર્ણ મિલકતની માલિકી પુત્રને સોંપવામાં આવતી હતી. પરંતુ વર્ષ ૨૦૦૫માં આ કાયદામાં ફેરફાર થયો હતો. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ મુજબ દીકરીઓને પણ પિતાની મિલકતમાં સમાન હક આપવામાં આવશે તેઓ નિર્ણય લેવાયો હતો.
ત્યારે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે દીકરીઓના સંપત્તિના અધિકારને લઈને નવો ચુકાદો જાહેર કર્યો છે. આ મુજબ જો કોઈ દીકરી તેના પિતા સાથે સંબંધ રાખવા માંગતી નથી, તો તેને પોતાના પિતાની સંપત્તિમાં હક માગવાનો કોઈ અધિકાર રહેતો નથી. આ દરમિયાન તેને પોતાના શિક્ષણ અને લગ્ન માટે પણ પિતા પાસેથી પૈસા માંગવા નો કોઈ હક નથી.
આવો, સમગ્ર મામલા વિશે વાત કરીએ… શું તમે જાણો છો કે શા માટે કોર્ટે આ પ્રકારનો નિર્ણય લીધો છે? તાજેતરમાં જ એક પતિએ પોતાની પત્ની સાથે છુટાછેડાની અરજી પ્રસ્તુત કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પતિએ સુપ્રીમ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ દરમિયાન પતિ-પત્ની અને પિતા પુત્રી વચ્ચે સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા પરંતુ તે કામ લાગ્યા ન હતા.
આ દીકરી પોતાના પિતાનો ચહેરો જોવા પણ માંગતી નહોતી. આવી સ્થિતિમાં કોર્ટે નિર્ણય લીધો હતો કે પતિએ પોતાની પત્નીના ભરણપોષણના પૈસા આપવા પડશે, પરંતુ તેની દીકરીને નહીં. આ ઉપરાંત તેની દીકરીને પણ તેના પિતાની સંપત્તિમાં કોઈ પ્રકારનો અધિકાર મળશે નહીં. જ્યારે તેની માતા તેની દીકરીને સપોર્ટ કરી શકશે. પોતાના પતિ પાસેથી મળેલા પૈસા તે પોતાની દીકરીને આપી શકે છે.
ત્યારે એક સવાલ એ પણ ઉભો થાય છે કે, જો પિતા દ્વારા દીકરી સાથે સંબંધ તોડવામાં આવે તો દીકરીને તેમની સંપત્તિમાં હક મળી શકે છે કે નહિ? આવી સ્થિતિમાં જણાવવામાં આવી રહ્યું છે કે, માત્ર દીકરી જ પિતા સાથે સંબંધ તોડીં શકે છે પિતા નહિ… જો પિતા દ્વારા સંબંધ તોડવામાં આવે તો દીકરીને પિતાની સંપત્તિ માં બરાબર નો હક મળી શકે છે. જો પિતા-પુત્રીના સંબંધમાં કોઈ પ્રકારની ખટાશ ના હોય તો પુત્રી સંપૂર્ણપણે પિતાની સંપંત્તિમાં ભાગીદાર બનશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment